અંકલેશ્વર: સરદાર પટેલ હાર્ટ હોસ્પિટલમાં કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ શરૂ કરાયો

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરાયો છે.

New Update
અંકલેશ્વર: સરદાર પટેલ હાર્ટ હોસ્પિટલમાં કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ શરૂ કરાયો

અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરાયો છે.

અંકલેશ્વર રેલવે ગોદીની સામે ચીકુવાડી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઘણા દર્દીઓનું જટિલ બાયપાસ સર્જરીનું ઓપરેશન કરી નવજીવન અપાવ્યું છે.જે હોસ્પિટલ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ ખાતે કાર્ડીઓથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ.રવિસાગર પટેલ દ્વારા ઘણા દર્દીઓના બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના સાથે સંલગ્ન બાયપાસ સર્જરી પણ યોજનાના લાભાર્થીઓ માટે નિઃશુલ્કમાં કરવામાં આવે છે.આ હોસ્પિટલ ખાતે બાયપાસ સર્જરી કરાવેલ દર્દીઓએ પોતાના અનુભવો વર્ણન કર્યા હતા.આ પ્રસંગે ડૉ. રવિસાગર પટેલ અને હોસ્પિટલના ફુલટાઇમ કાર્ડીઓલોજીસ્ટ ડૉ. જયવીરસિંહ અટોદરિયા હાજર રહી હૃદયરોગ અને તેની સારવાર વિષેની માહિતી આપી હતી.

Latest Stories