Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની સરાહનીય કામગીરી, પૂરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

અંકલેશ્વર તાલુકાના પૂર અસરગ્રસ્ત જુના બોરભાઠા ગામમાં 17 સપ્ટેમ્બરથી પૂરના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઈ ગઈ હતી

X

અંકલેશ્વર જુના બોરભાઠા ગામે ઢીંચણ સુધીના પાણીમાં ડીજીવીસીએલ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.ખડેપગે રહી લોકોના ઘરોના મીટરમાં જતી મેઈન લાઈન કાપી નવા કનેક્શન કરી આપ્યા હતા

અંકલેશ્વર તાલુકાના પૂર અસરગ્રસ્ત જુના બોરભાઠા ગામમાં 17 સપ્ટેમ્બરથી પૂરના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઈ ગઈ હતી.એક તબક્કે ગામમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ હતો ત્યારે પૂરના પાણી ઓસરતા જ અંકલેશ્વર ડીજીવીસીએલએ મેદાનમાં આવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ ગામમાં અંધારપટ દૂર કરતા લોકોએ આભાર માન્યો હતો.

Next Story