Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવી નગરીમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

અંકલેશ્વર : નવી નગરીમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 11 જુગારીઓ ઝડપાયા
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નવી નગરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં વરલી મટકાનો જુગાર રમતા 11 જુગારીને હજારોની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલના એક બાદ એક સફળ દરોડાઓથી પ્રોહીબિશન અને જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે અંકલેશ્વરના પિરામણ નાકા વિસ્તારમાં આવેલ નવી નગરી વિસ્તારમાં ચાલતા વરલી મટકાના જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે કુલ 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 4 મહિલા સહિત પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ જુગારીઓ પાસેથી રૂપિયા 27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે જુગારધામના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત અન્ય 2 આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો ઝડપાયેલા તમામ 11 જુગારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story