Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જૂના બોરભાઠા ગામમાં વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ વિજીલન્સના દરોડા, 4 લોકો ઝડપાયા.

જૂના બોરભાઠા ગામમાં સ્ટેટ વિજીલન્સનીઓ ટીમે દરોડા પાડી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે.

અંકલેશ્વર : જૂના બોરભાઠા ગામમાં વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ વિજીલન્સના દરોડા, 4 લોકો ઝડપાયા.
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામમાં સ્ટેટ વિજીલન્સનીઓ ટીમે દરોડા પાડી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. જેમાં રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં વધતા જતા વિદેશી દારૂના વેપલા ઉપર અંકુશ લાવવા પોલીસે કમ્મર કસીને ઠેર ઠેર છાપામારી શરૂ કરી છે. જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે આવે સડક ફળીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીતગરે બાતમીતા આધારે છાપામારી કરી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાસ કર્યો છે. વિજીલન્સની ટીમે ગંગા ઉક્કડ વસાવા, ઉક્કડ મગત વસાવા, પારસ રાકેશ વસાવા અને પંકજ તરેશ વસાવાની વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર પોલીસને હસ્તગત કરવા સાથે લાલા નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story