Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર તાલુકા કક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી

અંકલેશ્વર તાલુકા કક્ષાના 73માં વનમહોત્સવની ઉજવણી,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
X

અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના જીનવાલા કેમ્પસમાં આવેલ ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો


અને જીનવાલા કેમ્પસમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક રક્ષક ઉર્વશીબેન પ્રજાપતિ,નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ, મામલતદાર કરણભાઈ રાજપુત,રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર,આચાર્ય ડૉ.કે.એસ.ચાવડા તેમજ ડૉ. જયશ્રી ચૌધરી સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story