અંકલેશ્વર : રેલ્વે ગોદી નજીક ટ્રાવેલર્સ પર થયેલા ફાયરિંગ મામલે જિલ્લા પોલીસની તલસ્પર્શી તપાસ
શહેરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ઉપર ગત બુધવારે રાતે ઘર નજીક જ ફાયરિંગ થયું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રેલ્વે ગોદી રોડ નજીક ગત બુધવારની મધરાતે પોતાના ઘરે જતા મોપેડસવાર ટ્રાવેલર્સ પર અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગના કારણે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર શહેરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ઉપર ગત બુધવારે રાતે ઘર નજીક જ ફાયરિંગ થયું હતું.આ ઘટના બાદ આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. સદાક્ત અહમદને માથામાં કાનના ભાગે ગોળી વાગતા સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની હાલત હજી નાજુક હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસે FSL, ડોગ સ્ક્વોર્ડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી હુમલાખોરો સુધી પોહચવા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન શનિવારના રોજ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સ્થળ મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરી તપાસમાં જોતરાયેલી પોલીસને જરૂરી સલાહ સૂચન આપ્યા હતા. જોકે, હાલ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ ચાલી રહી હોવાથી હુમલાખોરો વહેલી તકે પોલીસની પકડમાં હશે, તેમ ભરૂચ એસપીએ જણાવ્યું હતું.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
બૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ...
9 Aug 2022 10:47 AM GMTભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે...
9 Aug 2022 10:42 AM GMTઅંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા...
9 Aug 2022 10:33 AM GMTવડોદરા:જુગાર ધામ પર નકલી પોલીસની રેડ, પોતાને બચાવવા જુગારી નદીમાં...
9 Aug 2022 10:30 AM GMTભરૂચ : કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે દહેગામ ખાતે બ્રુડર...
9 Aug 2022 10:29 AM GMT