Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગડખોલમાં કચરો ઉઠાવવામાં તંત્રની આળસ, ગૌમાતા આરોગે છે પ્લાસ્ટિક

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાં થઇ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.

X

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાં થઇ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અંકલેશ્વરના ગડખોલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. કચરો નિયમિત ઉઠવવામાં આવતો ન હોવાથી ઠેર ઠેર કચરાના ઢગલાં ખડકાયા છે. ગંદકીના કારણે ગ્રામજનોને રોગચાળા નો ભય સતાવી રહ્યો છે. ગામમાં કચરાની ભરમાર હોવાથી ગાયમાતાઓ પણ પ્લાસ્ટિકનો કચરો આરોગવા મજબુર બની છે. સ્થાનિક યુવાનોએ જણાવ્યું હતું કે, કચરો ખાવાથી બે ગાયના મોત પણ થઇ ચુકયાં છે. ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.

Next Story