પ્રકાશના મહાપર્વ દિપાવલીને આપણે સૌ કોઇ આનંદથી ઉજવી શકીએ અને કોઇ પણ અનિચ્છનીય બનાવ બને ત્યારે ઝડપથી મદદ મળી રહે તે માટે 108 એમ્બયુલન્સ સેવાના કર્મચારીઓ સતત ફરજ બજાવી રહયાં છે....
ભરૂચ જિલ્લામાં દિપાવલીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારોમાં ખાસ કરીને આગ લાગવાના તેમજ ફટાકડાના કારણે દાઝવાના બનાવો બનતાં હોય છે. રાજય સરકારે 108 એમ્બયુલન્સ સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓની દિવાળીની રજાઓ રદ કરી દીધી હતી જેમાં ભરૂચના 90 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પરિવારથી ભલે દુર હોય પણ 108ના કર્મચારીઓએ તેમના લોકેશન પર દિવાળીની ઉજવણી કરી. કર્મચારીઓએ ફરજના સ્થળે રંગોળી બનાવી હતી તથા દીવડાઓનો શણગાર કર્યો હતો. ભરૂચના પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ડીસ્ટ્રીકટ ઓફિસર અશોક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 108 એમ્બયુલન્સ વિવિધ લોકેશન પર તૈનાત છે..