Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લામાં 1143 બાળકો અતિ અને 5110 બાળકો મધ્યમ કુપોષિત,પોષણ સપ્તાહ હેઠળ જિ.પંચાયત ખાતે યોજાયો સેમિનાર

જિલ્લા પંચાયત ખાતે બુધવારે વર્કશોપ યોજાયો હતો જેમાં જીલ્લામાં કૂપોષિત બાળકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી

X

ભરૂચ જિલ્લામાં પોષણ ઉજવણી હેઠળ જિલ્લા પંચાયત ખાતે બુધવારે વર્કશોપ યોજાયો હતો જેમાં જીલ્લામાં કૂપોષિત બાળકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી

ભરુચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે બાળ અને કિશોરોના આરોગ્ય અને પોષણ અંગે ચર્ચા કરવા માટે પત્રકારો માટે સંવેદીકરણ કાર્યક્રમ મીડિયા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટ અને કાકા - બા હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આવેલી 1374 આંગણવાડી દ્વારા 95 હજાર 500 બાળકો તેમજ માતાની સાર સંભાળ લઈ તેમને પોષણક્ષમ આહાર આપવામાં આવી રહ્યો છે.દૂધ સંજીવની યોજના હેઠળ માતા, સગર્ભા તેમજ 6 વર્ષના 23 હજારથી વધુ બાળકોને લાભ અપાઈ રહ્યો છે. જિલ્લાના 9 તાલુકામાં 77 હજાર બાળકો પૈકી 70 હજારમાં પોષણનું પ્રમાણ સામાન્ય જ્યારે 5100 માં મધ્યમ જોવા મળ્યું છે. જ્યારે દેખરેખ હેઠળના 1143 બાળકો અતિ કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. કુપોષણ નાથવા વિવિધ યોજનાઓ હેઠળ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે , ઇન્દ્રશીલ કાકા- બા હોસ્પિટલના ડો.ભરત ચાંપાનેરિયા , ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટના ડૉ અનુજ ધોષ , આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકુર , તાલુકા વિકાસ અધિકારી હાંસોટ ડૉ અલ્પનાબેન નાયર,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સુશાંત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story