Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચોરી કરેલ 35 મોંઘીદાટ સાયકલ સાથે 2 ઇસમો ઝડપાયા, સી, ડિવિઝન પોલીસે રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...

પોલીસે કુલ 35 મોંઘીદાટ સાયકલો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 2,01500 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : ચોરી કરેલ 35 મોંઘીદાટ સાયકલ સાથે 2 ઇસમો ઝડપાયા, સી, ડિવિઝન પોલીસે રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...
X

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ સી' ડીવીઝન પોલીસે મોંઘીદાટ સાયકલની ચોરી કરનાર 2 ઇસમોને કુલ 35 સાયકલો મળી કુલ રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી' ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાયકલ ચોરીના દાખલ થયેલ ગુન્હાઓ તાત્કાલીક શોધી કાઢવા મળેલી સૂચનાના આધારે પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જેમાં રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા VISWAS પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીના ફૂટેજ મેળવી બાતમીદારોને સક્રીય કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સી' ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે બાતમીના આધારે સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તુલસીધામથી ઝાડેશ્વર તરફ સાયકલ લઈ જતો હતો. જેથી સાયકલ પર આવેલ ઈસમ આરીફ અલ્લીમીયા શેખને રોકી સઘન પૂછપરછ કરાતા તે પોતાના આર્થીક ફાયદા માટે સાયકલની ચોરી કરી નબીપુર ખાતે રહેતા દિન મહોમ્મદ સલીમ મલેકને આપતો હોવાની કબુલાત આપી હતી.

જેથી પોલીસે નબીપુર ખાતે જઈ તપાસ કરતા સહ આરોપી પાસેથી અન્ય 34 જેટલી સાયકલ મળી આવી હતી, ત્યારે સી' ડિવિઝન પોલીસે કુલ 35 મોંઘીદાટ સાયકલો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 2,01500 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story