Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરની ધરપકડ

તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવતા કનગામ, ટુંડજ, અને મદાફર ગામેથી ચાર બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ: જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરની ધરપકડ
X

ભરૂચના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવતા કનગામ, ટુંડજ, અને મદાફર ગામેથી ચાર બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાવી સહિતના વિસ્તારમાં આવેલ અલગ અલગ ગામોમાં બોગસ ડોક્ટર બની ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડાં કરતા હોય તેવા બોગસ ડોક્ટરો વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવી કાળો કારોબાર કરતા હોય.આ સમગ્ર ઘટનામાં ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં વિશ્વાસ પીન્ટુભાઇ સતીશ,રણજીત અક્ષય સરકાર,સુમનરોય સુશાંતારોય અને અરુપ સમુર બક્ષીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story