Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુઠોદરા પ્રા.શાળાના 67માં સ્થાપના દિવસની ઉજવણી કરાય, તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરાયું...

આમોદ તાલુકાની સુઠોદરા પ્રા.શાળાના 67માં સ્થાપના દિવસની શાળા પરિવાર દ્વારા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : સુઠોદરા પ્રા.શાળાના 67માં સ્થાપના દિવસની ઉજવણી કરાય, તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરાયું...
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની સુઠોદરા પ્રા.શાળાના 67માં સ્થાપના દિવસની શાળા પરિવાર દ્વારા કેક કાપીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુઠોદરા પ્રા.શાળાના 67માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને શાળા પરિવાર તેમજ આચાર્ય દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દી બનાવનાર ભૂતપૂર્વ તેજસ્વી તારલાઓનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા શાળાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, અને જે શાળા 'સી' ગ્રેડમાં હતી તે 'એ' પ્લસ ગ્રેડમાં લાવી શાળાના શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મહિલા સરપંચ ભાવિશા પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દશરથ ચૌધરી સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story