Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજપારડી ખાતે GMDCના 59મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે GMDCના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ : રાજપારડી ખાતે GMDCના 59મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાય...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે GMDCના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં GMDCના 59 વર્ષ પૂર્ણ થતાં રાજપારડી, કડીપાણી, તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે GMDCના 59 વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા. 15મી મેના રોજ રાજપારડી, કડીપાણી, તડકેશ્વર અને શીવરાજપુર પ્રોજેક્ટનો સંયુક્ત કાર્યક્રમ રાજપારડી GMDC મેદાન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે GMDC રાજપારડીના જનરલ મેનેજર એસ.ડી.જાગાણી તેમજ એ.ડી.ચૌહાણ, પી.વી.ગઢવી, મિતેશ ઉમરીયા સહિત અન્ય પ્રોજેક્ટના અધિકારીઓ, રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.વી.ગઢવીએ સ્વાગત પ્રવચન દ્વારા સહુને આવકાર્યા હતા. મિતેશ ઉમરીયા તેમજ એ.ડી.ચૌહાણે પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.

GMDC રાજપારડીના અધિકારી એસ.ડી.જાગાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જીએમડીસીની ઉત્તરોત્તર પ્રગતિની જાણકારી આપી હતી. 1963ના વર્ષથી સુરેન્દ્રનગર જીલ્લામાં એક નાના સિલિકા પ્લાન્ટથી શરૂ થયેલ GMDCએ તેની સ્થાપનાના 59 વર્ષો દરમિયાન ખૂબ મોટી પ્રગતિ કરી છે. GMDCએ 2021 અંતર્ગત રૂ. 736 કરોડ નફો કર્યો છે, અને રૂ. 2 હજાર કરોડ નફો કરવાનું લક્ષ્ય હોવાની વાત આ પ્રસંગે કરવામાં આવી હતી. GMDCએ લિગ્નાઇટના વેચાણમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યુ છે. આગામી વર્ષો દરમિયાન 6 જેટલા નવા પ્લાન્ટસ પણ શરૂ કરવામાં આવનાર છે. GMDC દ્વારા સોલર પ્રોજેક્ટ પણ કાર્યરત કરાયો છે. GMDCની 59 વર્ષની સફળ સફર વિષે બોલતા એસ.ડી.જાગાણીએ આ પ્રસંગે GMDCની ઉત્તરોત્તર પ્રગતિમાં સહભાગી બનનાર સહુનો આભાર માન્યો હતો. રાજપારડી ખાતે આયોજિત સમારોહમાં યોજાયેલ સંગીત સંધ્યાના કાર્યક્રમનો પણ મોટી સંખ્યામાં આમંત્રિતોએ લાભ લીધો હતો.

Next Story