ભરૂચ : વાગરાના બદલપુરા ગામે વીજળી પડતા એક આધેડને ઇજા, સારવાર હેઠળ ખસેડાયો...

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં બપોરના સમયે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી,

New Update

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં બપોરના સમયે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જ્યારે વાગરાના એક ગામમાં આંબલી નીચે આરામ કરતા એક ઈસમને વીજળી પડતા સામાન્ય ઇજા પહોચતા વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisment

મળતી માહિતી અનુસાર, વાગરા પંથકમાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણ ઠંડુ થવા સાથે જોરદાર વરસાદ પડતા થોડીકવારમાં પાણી પાણી થઈ ગયુ હતુ. તો બીજી તરફ, વાગરાના બદલપુરા ગામે 50 વર્ષીય દિનેશ ગોરધન વસાવા આંબલીના ઝાડ નીચે આરામ કરતા હતા. એવા સમયે આંબલીના ઝાડ પર વીજ પડતા તે વીજળીનો ભોગ આધેડ બન્યા હતા. જેમાં તેમના શરીરના પાછળના ભાગે શર્ટ અને ગંજીનો થોડો ભાગ બળી જવા પામ્યો હતો. સાથે જ શરીર ઉપર સામાન્ય ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તને 108 મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન તેમને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. મળતી માહિતી મુજબ, દિનેશ વસાવાની તબિયત હાલ સારી હોવાની માહિતી સાંપડી છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ટેંશનમાં વધારો થવા પામ્યો હતો. કારણ કે, હજુ પણ ખેતરોમાં અનેક પાક તૈયાર થઈને ઉભો છે. તો કેટલાય ખેડૂતોનો પાક ખરી પડ્યો છે. જેને પગલે જગતનો તાતની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે.

Advertisment