Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ ૬ ઇસમો સામે એટ્રોસીટી અંગેનો ગુનો નોંધાયો

રાયસીંગપુરા ગામે હોળીના દિવસે ઝઘડો થતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાય

ભરૂચ: ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ ૬ ઇસમો સામે એટ્રોસીટી અંગેનો ગુનો નોંધાયો
X

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે હોળીના દિવસે ઝઘડો થતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાય છે. રાયસીંગપુરા ગામે રહેતા કૌશીકાબેન વિરસીંગભાઇ વસાવા પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ગત તા.૧૭ મીએ હોળીના દિવસે કૌશીકાબેન તેમની ભત્રીજા વહુ રીનાબેન વસાવા સાથે હોળી પ્રગટાવવાના સ્થળ પર ગયા હતા.

તે પછી ગામના સરપંચ ગજરીબેન ભાવસીંગ વસાવાના દિકરા શનાભાઇએ આવીને હોળી સળગાવી હતી. તે વખતે ગણેશભાઇ બચુભાઈ વસાવાએ કૌશીકાના મોટાભાઇ બાબુભાઇને મોઢાના ભાગે એક તમાચો મારી દીધો હતો.જેથી કૌશીકા વચ્ચે પડતા વાસુદેવ સવૈયાલાલ વસાવા રહે.રાયસીંગપુરાએ કૌશીકાને માથાના ભાગે એક ઢિંક મારી હતી. અને કૌશીકાના ગળામાંથી સોનાની ચેન તુટીને નીચે પડી ગઇ હતી. આ વખતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇને આ લોકોને સમજાવવાનું કહ્યુ તો પ્રકાશ દેસાઇએ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ તેમના પુત્ર અને 6 ઇસમો સામે એટ્રોસીટી અંગેનો ગુનો નોંધાયો છે

Next Story