ભરૂચ : ઝઘડીયા તાલુકાના ગુંડેચા ગામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુંડેચા-૧ ગામના યુવા સંગઠન દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુંડેચા ગામે અલગ અલગ પ્રકારના 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુંડેચા-૧ ગામના યુવા સંગઠન દ્વારા આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના ૫૦૦ વૃક્ષો ગુંડેચા ગામના પાદરે, રોડની બંને તરફ અને ગૌચરની જમીનમા વાવેતર કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં યુવાનો બાળકો વડીલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણ બચાવવા ગુંડેચા-૧ ગામના યુવાનોએ માનવજાતને બચાવવા એક ઉત્તમ ઉદાહરણ વૃક્ષારોપણ કરી પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ બચુવસાવા ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વડીલો, બહેનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories