New Update
નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે કર્ણનાટક થી વડોદરા જતા કેબલના ડ્રમ ભરેલા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ કર્ણનાટક થી વડોદરા કેબલના ડ્રમ ભરેલો ટ્રક નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ પાસે આવતા ડ્રાયવરને તરસ લાગતા ચાલુ ટ્રકએ બોટલમાંથી પાણી પીવા જતા ટ્રકનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ સાઈડ પર ઊતરી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રક ડ્રાઈવર અજિતસિંગને ઇજા થતાં 108 ની મદદથી નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતો .