Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બાર એસોસીએશનના ઇતિહાસમાં બની અનોખી ઘટના, બે પ્રમુખ સાંભળશે પદભાર

ભરૂચ બાર એસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખની પદ માટે બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી..

ભરૂચ : બાર એસોસીએશનના ઇતિહાસમાં બની અનોખી ઘટના, બે પ્રમુખ સાંભળશે પદભાર
X

ભરૂચ બાર એસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખની પદ માટે બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી..

બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખ માટે પ્રદ્યુમન સિંધા અને એ.બી.સિપાહીએ ઉમેદવારી નોંધાવી હતી. મત ગણતરી હાથ ધરવામાં આવતા ઉમેદવારોને સરખા સરખા 271 મત મળતા ટાઈ પડી હતી. બન્ને ઉમેદવારોએ ચિઠ્ઠી નહિ ઉછાળવાની ના પાડી સમગ્ર વર્ષ સાથે રહી જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે કામ કરવાની સહમતી દર્શાવી હતી. અનોખી એકતા બતાવી હતી

ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની વર્ષ 2021-22 ની ચૂંટણી શુક્રવારે યોજવામાં આવી હતી .

સવારે 11 વાગ્યાથી શરૂ થયેલુ મતદાન સાંજે 4.30 વાગ્યા પછી પૂર્ણ થયુ હતું . મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દર વખતે ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની ચૂંટણીમાં પેહલા પ્રમુખના મતોની ગણતરી કરાતી હતી. જોકે આ વખતે વકીલ મંડળના સભ્યો પછી સેક્રેટરી બાદમાં ટ્રેઝરર, પછી ઉપ પ્રમુખ અને અંતે પ્રમુખ ઉમેદવારોના મત ગણવામાં આવ્યા હતાં. ઉપપ્રમુખ તરીકે ભરત સિંહ ચાવડા ચૂંટાય આવ્યાં છે.

Next Story