Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અદાણી ફાઉન્ડેશન દ્વારા કલરવ સ્કુલના દિવ્યાંગ છાત્રોને રમત-ગમતના સાધનોની કીટ અર્પણ કરાય

અદાણી ફાઉન્ડેશન દ્વાર કલરવ સ્કુલ ભરૂચ ખાતે રમત-ગમતના સાધનોની કીટ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી

ભરૂચ:અદાણી ફાઉન્ડેશન દ્વારા કલરવ સ્કુલના દિવ્યાંગ છાત્રોને રમત-ગમતના સાધનોની કીટ અર્પણ કરાય
X

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.અદાણી ફાઉન્ડેશન,દહેજ એકમ દ્વારા વાગરા તાલુકાના વિવિધ ગામોના દિવ્યાંગ લાભાર્થીઓને તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે અંગે માહિતગાર કરી તેમને સહાય મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, સિવિલ સર્જન ડો. એસ. આર. પટેલ,અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ યશવંતભાઇ,મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઇ,અદાણી ફાઉન્ડેશન-દહેજના ઉષા મિશ્રા, મામલતદાર રોશની પટેલ તથા નાયબ મામલતદાર એ.આર.માછી ઉપસ્થિત રહ્યા હતા.દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો, યુ.આઇ.ડી. કાર્ડ મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તબક્કે લાભાર્થીઓને સમાજ સુરક્ષા વિભાગ તરફથી સાયકલનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.


અદાણી ફાઉન્ડેશન દ્વાર કલરવ સ્કુલ ભરૂચ ખાતે રમત-ગમતના સાધનોની કીટ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતીઆ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વાર કલરવ સ્કુલ ભરૂચ ખાતે રમત-ગમતના સાધનોની કીટ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.કલરવ સ્કુલના સેક્રેટરી નિલા મોદીએ અદાણી ફાઉન્ડેશન દ્ધારા મળેલ સહયોગની પ્રસંશા કરવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story