ભરૂચ: ધારાસભ્ય દુષ્યંત પટેલનો વધુ એક માનવતાવાદી અભિગમ,નિરાધાર મહિલા અને બાળકી માટે બન્યા દેવદૂત

વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલ એક નિરાધાર મહિલા અને તેની 11 માસ ની દિકરી માટે દેવદૂત બન્યા છે.

New Update

ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતપટેલ એક નિરાધાર મહિલા અને તેની 11 માસ ની દિકરી માટે દેવદૂત બન્યા છે. મહિલાને તેના પતિએ છુટાછેડા આપતા જીવનથી કંટાળી 11 માસની દીકરી સાથે છેલ્લા 15 દિવસથી શહેરમાં કોઈ ઠેકાણે આશરો મળશે એવી આશા સાથે મહિલા વિવિધ વિસ્તારોમાં ભટકી રહી હતી. આ અંગેની જાણ ધારાસભ્ય દુષ્યંત પટેલને થતા તેઓએ મહિલાને સિવિલ હોસ્પિટલ રોડ પર બનેલ ઘર વિહોણા લોકોના આશ્રય સ્થાન સેલ્ટર હાઉસમાં ખસેડી હતી અને બન્નેને જમવાનું મળી રહે એ સાહે જ ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી જે બદલ મહિલાએ દુષ્યંત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment

અત્રે મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ ભરૂચની વિધવા મહિલાને પતિના નિધન બાદ જીવન નિર્વાહ કરવો અઘરો થઇ પડ્યો હતો ત્યારે દુષ્યંત પટેલના પ્રયાસના કારણે સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઐતિહાસિક નિર્ણય લઈ સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવી હતી