જંબુસરના દેવલા ગામે છેલ્લા ગણા વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા જોવા મળે છે ત્યારે ગામના જાગૃત નાગરિકે ગ્રામજનો માટે સ્વખર્ચે ઓવારો બનાવી સરાહનીય કાર્ય કર્યું છે.
જંબુસર તાલુકાનું છેવાળાનું ગામ દેવલા 6000ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં વર્ષોથી ઘર વપરાશ તેમજ પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જોકે તંત્ર દ્વારા અપાતું પાણી 18 દિવસે એક વાર આવે છે. તળાવમાં પાણી ન હોવાના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામના જાગૃત નાગરિક ઇમરાન કાકાએ આ સમસ્યા દૂર કરવા માટે સરપંચ તેમજ તંત્રને અનેકવાર જાણ કરી હતી છતાં કાર્યવાહી ન થતા તેમણે સ્વખર્ચે ગ્રામજનો માટે ગામમાં ઓવારાનું નિર્માણ કારવ્યું છે ત્યારે ગામમાં ઓવારો બનાવી સમસ્યાનો અંત લાવતા ગ્રામજનો પણ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે સાથે જ ઇમરાન કાકાનો આભાર માની રહ્યા છે.
મહત્વનું છે કે તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં ગામમાં જરૂરિયાત મુજબ પૂરતું પાણી પૂરું પાડવામાં આવતું ન હતું, જયારે ગામના જાગૃત નાગરિકે સમસ્યાનું નિરાકરણ લાવવા કરેલ સરાહનીય કાર્ય માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.