Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પીએમ.મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાયની કરી જાહેરાત

દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પીએમ.મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાયની કરી જાહેરાત
X

ભરૂચના દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવને પગલે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે છ લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા. આ મામલે વડાપ્રધાન કાર્યાલય દ્વારા પણ એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર પી.એમ.નરેન્દ્ર મોદીએ ભરૂચમાં એક કારખાનામાં સર્જાયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખ તો ઇજાગ્રસ્તોને રૂ.50,000 આપવાની જાહેરાત કરવામાં આવી છે..

બ્લાસ્ટમાં મૃત્યુ મૃતકોના નામ

૧. પારસનાથ યાદવ. ઉ.વર્ષ.૫૫, મૂળ ઉત્તરપ્રદેશ

૨.રામુભાઇ વસાવા. ઉ.વર્ષ. ૪૫, રહે.સાગબારા

3. જયદીપભાઈ બામારોલિયા. ઉ.વર્ષ ૩૫,રહે. જુનાગઢ

૪.તીરથ ગદારી ઉ.વર્ષ. ૨૨,રહે.મૂળ ઉત્તરપ્રદેશ

૫.પુનિત મહાતો ઉ.વર્ષ. ૫૭,રહે. ઝારખંડ

૬.રતનભાઈ કુશવાહા. ઉ.વર્ષ.૩૨, રહે. ઉત્તરપ્રદેશ

Next Story