Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ચકચારી જાસુસી કાંડ મામલામાં આખરે 2 પોલીસ કર્મી અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ

ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરો માટે મોબાઇલ લોકેશન વેચવાનાં જાસૂસીકાંડમાં 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભરૂચ: ચકચારી જાસુસી કાંડ મામલામાં આખરે 2 પોલીસ કર્મી અને કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ
X

ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવનાર ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરો માટે મોબાઇલ લોકેશન વેચવાનાં જાસૂસીકાંડમાં 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.બંન્ને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો મળી 4 આરોપી સામે પોલીસે જાતે ફરિયાદી બની બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ભરૂચ SP ડો. લીના પાટીલની સીધી દેખરેખ હેઠળ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ દ્વારા છેલ્લા 18 દિવસ ઉપરાંતથી તપાસ ચાલી રહી હતી. જેમાં પોલીસે જાતે ગુનો દાખલ કરાવ્યો છે. ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ભરૂચ SP દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચાલતી તપાસના અંતે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ પોલીસ,સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના 2 પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ DSP ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમની સામે હવે ગુનો દાખલ કરાયો છે.સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો કપરો બનતા કુખ્યાત બુટલેગરો ભીંસમાં મુકાયા હતા. જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પેટ્રોલીંગમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શક્તી ન હતી

Next Story