ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમ ચારૂસેટ યુનિવર્સિટીની આરપીસીપી ફાર્મસી કોલજ દ્વારા યોજાયેલ "ફાર્મા બેટલ-૨૦૨૨" અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનર્સઅપ તરીકે આવતા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ચારૂસેટ યુનિવર્સિટીની આરપીસીપી ફાર્મસી કોલજ દ્વારા તારીખ ૧૨/૦૩/૨૦૨૨થી ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન "ફાર્મા બેટલ-૨૦૨૨"નું આયોજન કરવામાં આવ્યું હતું.
"ફાર્મા બેટલ-૨૦૨૨" અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની 14 જેટલી અલગ અલગ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે રનર્સઅપ થઈ ટ્રોફી પ્રાપ્ત કરી છે. જે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, આચાર્ય સહિત સ્ટાફગણ તરફથી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમને સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.