વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વેકસીનેશન કાર્યક્રમનો ચાર હજાર થી વધુ લોકોએ લાભ લીધો હતો.
કોરોના સામેનો જંગ જીતવા માટેનો માત્ર એક ઉપાય રસીકરણ છે એટલેજ કેન્દ્ર સરકારે વેકસીનેશન પર ભાર મૂકી લોકો કોરોનાની રસી લઈ સુરક્ષિત બને એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ કંપની સત્તાધીશો તેમજ અનેક સામાજિક સંસ્થાઓ કોરોના વેકસીન લોકો લે એ માટે આગળ આવી છે.વાગરા તાલુકાના જોલવા ખાતે આવેલ એસ.આર.એફ. કંપનીના ફાઉન્ડેશન દ્ધારા રસીકરણ કેમ્પનું આયોજન ભરૂચની પામલેન્ડ હોસ્પિટલ અને દહેજની ફોર્ચુન હોટલમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર હજાર થી વધુ લોકોએ રસીકરણ કરાવ્યુ હતુ.રસીકરણ કેમ્પમાં કંપનીના ગિરીશ ગોયલ,દિનેશ બાબુ,હિમાંશુ કડિયા,અરવિંદ આંત્રે,પ્રખર માથુર,પુજા ચંદ્ર,જીતુ ચૌહાણ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.