Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝઘડિયાના ડમલાઈ ગામે MLA ચૈતર વસાવાએ સભા સંબોધી, GMDCમાં આદિવાસીઓની જમીન સંપાદનનો કર્યો વિરોધ

ભરૂચના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે ધારાસભ્ય ચૈતર વસાવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

X

ભરૂચના ઝઘડીયા તાલુકાના ડમલાઈ ગામે ધારાસભ્ય ચૈતર વસાવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરૂચના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામ ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીએમડીસીમાં જે આદિવાસી લોકોની જમીનો સંપાદિત થવાની છે તેનો વિરોધ કર્યો હતો.ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ઝઘડિયા તાલુકાના આમોદ, મોરણ, પડવાણિયા, પડાલ, શિયાળી અને ડમલાઈ જેવા અનેક ગામોની 1400 હેક્ટર જમીન રાજપાડી લિગ્નાઈટ પ્રોજેક્ટ જીએમડીસીમાં સંપાદિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેનો અમે વિરોધ કરીએ છે અને સરકાર દ્વારા જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાની સંમતિ, પબ્લિક હિયારિંગ કે કોઈપણ જાતની પર્યાવરણની પરવાનગી લેવામાં આવી નથી અને આ જમીનો સંપાદિત કરવામાં આવનારી છે જેનો ચૈતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આવનાર દિવસોમાં ગ્રામ પંચાયતો દ્વારા નકારાત્મક અભિપ્રાય મોકલી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ ચૈતર વસાવા દ્વારા જણાવામાં આવ્યું હતું

Next Story