ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.

New Update
ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું. નર્મદા મૈયાની પાવન માટીમાંથી નિર્માણ કરાયેલી મેઘરાજાની પ્રતિમાનું નર્મદાના નીરમાં જ વિસર્જન કરાયું હતું.

ભરૂચમાં ઉજવાતાં મેઘરાજાના મેળાનું સમાપન થયું છે. કોરોનાના કહેરના કારણે મેઘરાજાના મેળાની ઉજવણી સાદગીથી કરવામાં આવી હતી. ખારવા, વાલ્મિકી અને ભોઇ સમાજના છડીદારોએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છડી ઝુલાવી હતી. આજે દશમના દિવસે મેઘરાજનો વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. દશમ સુધી મેઘરાજાની પ્રતિમાના હજારો લોકોએ દર્શન કર્યા હતાં. આજે બુધવારે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. ભોઇવાડમાંથી મેઘરાજાની પ્રતિમાને નર્મદા નદીના કિનારે લઇ જવામાં આવી હતી. નર્મદા મૈયાની માટીમાંથી નિર્માણ પામેલા મેઘરાજા નર્મદા નદીમાં વિર્સજીત થઇ ગયાં હતાં.

Latest Stories