Connect Gujarat
ભરૂચ

ભરૂચ : IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને દહેજ મરીન પોલીસે ઝડપ્યો...

ભરૂચ જિલ્લાના દહેજ મેરીન પોલીસે IPL ક્રિકેટના ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

ભરૂચ : IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને દહેજ મરીન પોલીસે ઝડપ્યો...
X

ભરૂચ જિલ્લાના દહેજ મેરીન પોલીસે IPL ક્રિકેટના ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 9,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ક્રિકેટ પર સટ્ટો રમતા સટોડીયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે.

ભરૂચ જિલ્લા એસપી. તરીકે જ્યારથી ડૉ. લીના પાટીલે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી ગોરખ ધંધો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગેરકાયદે કાર્યો કરતા ગુનેગારો પર કાયદાનો સિકંજો કસી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, ત્યારે દારૂ-જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા જિલ્લા એસપી.એ સૂચના આપતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વાગરા તાલુકાના દહેજ મરીન પોલીસ મથકના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, લખીગામમાં આહીર ફળીયામાં રહેતા ગૌતમ પઢિયાર પોતાના ફાયદા માટે ગેલેક્ષી EXCH99 નામની આઈડીમાં યુઝર્સનેમ પાસવર્ડ પ્રાપ્ત કરી ઓનલાઈન બેલેન્સ મેળવી લાઈવ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સની મેચમાં સટ્ટો રમી રહ્યો છે.

મરીન પોલીસની ટીમે લખીગામ ખાતે રેડ કરતા સટ્ટો રમતા ગૌતમ પઢિયારને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રોકડા રકમ 2,500 અને 1 મોબાઈલ કિંમત 7,000 રૂપિયા મળી કુલ 9,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 12(અ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મરીન પોલીસે કરેલી કાર્યવાહીના પગલે IPL ક્રિકેટ પર સટ્ટો રમતા લોકોમાં હલચલ મચી જવા પામી છે.

Next Story