Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં આમોદ પાલિકા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

ભરૂચ : ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં આમોદ પાલિકા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
X

પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના શહીદ દિવસની નિમિત્તે આમોદ નગરપાલિકાના સદસ્યો તેમજ ભાજપના હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આમોદ પાલિકાના ઉપપ્રમુખ ઉષા પટેલ, વૉટર વર્કસ કમિટીના ચેરમેન ઇનાયત રાણા, બાંધકામ સમિતિના ચેરમેન અક્ષર પટેલ સહિતના નગરસવેકો, આમોદ શહેર ભાજપના મહામંત્રી મનીષ ઠક્કર, ભીખા લીંબચીયા, યુવા મોરચા ઉપપ્રમુખ રીંકેશ પટેલ, અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી વિરલ ચાવડા, મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મહામંત્રી મનીષ ઠક્કરે શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પ્રસંગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

Next Story
Share it