Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે તંત્ર સતર્ક, લોકોએ પણ તંત્રના સૂચનોનું પાલન કરવું જરૂરી...

અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ દરિયા કિનારાના ગામો પર ધ્યાન કેન્દ્રિત કરી સજ્જ થઈ તમામ આવશ્યક તૈયારી કરવામાં આવી છે.

X

ભરૂચ જીલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. જેમાં દહેજ બંદરે દરિયામાં દૂરવર્તી ચક્રવાતની ચેતવણી આપતું 2 નંબરનું સિગ્નલ યથાવત રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે, જ્યારે અધિકારીઓને પણ હેડ ક્વાટર ન છોડવા તાકીદ કરાય છે.

અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ દરિયા કિનારાના ગામો પર ધ્યાન કેન્દ્રિત કરી સજ્જ થઈ તમામ આવશ્યક તૈયારી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૂચ જિલ્લામાં દરિયા કાંઠાના 3 તાલુકાઓના વિસ્તારમાં 40 કીમીથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે, તેમજ વરસાદની પણ સંભાવના હોવાથી સમુદ્ર તટિય વિસ્તારના 26 જેટલાં ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, લોકોને કયા સ્થળોએ આશરો આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ કરાયો છે. દહેજ બંદર ખાતે દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું 2 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. દહેજ બંદર ખાતે હાલ મોટા જહાજો લાંગરેલા હોવાથી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત દહેજના દરિયા કાંઠા વિસ્તારના લોકો તથા દહેજના ઉદ્યોગોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બનવા લાગ્યો છે. જેના પગલે વહીવટી તંત્રએ 13મી તારીખ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરાયું છે. ભરૂચ જિલ્લામાં માછીમારો પરત આવી ગયા છે. જેના પગલે નાવડીઓ કિનારે લાંગારી દેવામાં આવી છે. અગરિયાઓ તથા ઉદ્યોગ સંચાલકોને તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રની વાવાઝોડા સામેની સજ્જતા અને તકેદારી અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માહિતી આપી લોકોને સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે.

Next Story