Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલનું નિધન,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધીકાંઠીએ ફરકયો

પંજાબના પૂર્વ મુખ્યાપ્રધાન પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે

X

પંજાબના પૂર્વ મુખ્યાપ્રધાન પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો

પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે 95 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને 16 એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 25 એપ્રિલે સાંજે 7.42 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાં ફરકાવવામાં આવેલો ધ્વજ બે દિવસ સુધી અડધો નમાવી દેવામાં આવશે. એ જ સમયે તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધીકાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો

Next Story