Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દયાદરા ગામે કચરાના વ્યવસ્થાપન માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. વિલાયતની અનોખી પહેલ...

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. વિલાયતના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે અનોખી પહેલ કરવામાં આવી છે.

ભરૂચ : દયાદરા ગામે કચરાના વ્યવસ્થાપન માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. વિલાયતની અનોખી પહેલ...
X

ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે પ્રોજેક્ટ નિર્મલની ગામ પંચાયતના સાથે રહી કચરાના વ્યવસ્થાપન માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લી. વિલાયતના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે અનોખી પહેલ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં પ્રોજેક્ટ નિર્મલ હેઠળ ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત દ્વારા ગામ પંચાયત દયાદરામાં ઘરે ઘરેથી સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે એક ઈલેક્ટ્રીક ગાડી, ઘર દીઠ કચરો એકત્ર કરવા માટે પ્લાસ્ટિકના ટકાવ બોરા, ગામ સફાઈ માટે સાવરણા, સફાઈ કામદારોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખતા હાથના મોજા, માસ્ક અને જેકેટ તેમજ જાગરૂકતા માટે ઘરે ઘરે પેમ્પલેટ આપવામાં આવ્યા તેમજ ગામમાં જ્યાં પણ ગંદકીના ઢેર હતા તેવી જગ્યા ઓની સફાઈ માટે JCBની વ્યવસ્થા કંપની દ્વારા કરવામાં આવી સાથે સાથે કંપનીના વોલન્ટિયર, ગામ પંચાયતના સભ્યો દ્વારા કેટલાક વિસ્તારોમાં સફાઈ કામ કરવામાં આવ્યું તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા કચરાના વ્યવસ્થાપન માટે શેડ મંજૂર કરવામાં આવ્યો તેમજ આ કાર્યક્રમ માટે જે મજૂર કાર્યરત રહેશે તેઓને મનરેગા યોજના હેઠળ આવરી વેતન આપવામાં આવશે, તેવી DRDAના હાજર રહેલ ઓફિસર સોનલ બહેને બાંહેધરી આપી હતી.


આ તબક્કે ગ્રામ પંચાયત દયાદરાની સમિતિ અને ગામ આગેવાનો દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત કંપનીના સહયોગને આવકારી આવનારા સમયમાં તેને સફળ બનાવવા અને ગામમાં ફેલાતા પ્લાસ્ટિકને અટકાવવા પૂરતા તમામ પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી. ઉપરાંત 2 વર્ષથી આ પ્રોજેક્ટ આગળ વધતો ન હતો, તે આજે પૂર્ણ થઈ શક્યો છે, ત્યારે આ તબક્કે ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કંપનીના આ ઉમદા પ્રવૃત્તિ માટે ખૂબ જ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રાસીમ કંપની દ્વારા ચાલતી ગ્રામ વિકાસની અન્ય પ્રવૃતિ જેવી કે, ફરતું દવાખાનું આજીવિકા વધારવા માટે વાડી યોજના બહેનોને આત્મનિર્ભર બનાવવા તાલીમી કાર્યક્રમો અને સ્થાનિક લોકોને રોજગારી આપવાની તમામ બાબતોની ગામ આગે આગેવાનો મુસ્તાકભાઈ, ઈબ્રાહીમભાઈ, રાજુભાઈ, ઇકબાલભાઈ વગેરે દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી અને કંપનીનો આભાર માનવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગ્રાસીમ કંપનીના CSR વિભાગના વડા હેમરાજ પટેલ દ્વારા પ્રોજેક્ટ નિર્મલ વિસ્તારથી ગામ લોકોને સમજાવવામાં આવ્યો અને સ્વસ્થ ચેતના એ જ સ્વચ્છતાનો આધારનું સૂત્ર આપી ગામને સુંદર અને પ્લાસ્ટિક ફ્રી ગામ બનાવવા સહિયારા પ્રયાસની તમામને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગામના સરપંચ નફીસાબેન, પંચાયતના સભ્ય, શાળાના શિક્ષકગણ, બાળકો, આરોગ્ય શાખાના તબીબો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ગામના યુવાનો તથા ગ્રાસીમ CSR ટીમના પ્રકાશ ચૌહાણ, તૃપ્તિ પટેલ, રોહન મકવાણાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સુસંગત આયોજન કર્યું હતું.

Next Story