Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ચાસવડ ડેરીની વાષિઁક સાધારણ સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે સભાસદોનો ભારે હોબાળો

ભરૂચના નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તાલુકામા ૪૦ ગામોમાં કાયઁક્ષેત્ર ધરાવતી અને આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની ૬૨ વાષિઁક સાધારણ સભા યોજાઈ હતી.

ભરૂચ: ચાસવડ ડેરીની વાષિઁક સાધારણ સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે સભાસદોનો ભારે હોબાળો
X

ભરૂચના નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તાલુકામા ૪૦ ગામોમાં કાયઁક્ષેત્ર ધરાવતી અને આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીની ૬૨ વાષિઁક સાધારણ સભા યોજાઈ હતી. સભાસદ રાયસીંગભાઇ વસાવાએ વેપાર ખાતુ બે વષઁ કરતા બે ઘણું દશૉવવામાં આવ્યું,પશુ આહાર વિભાગમાં રૂ.૪,૩૪,૭૨૬ માલ ખરાબ થયો,સભાસદ પ્રોત્સાહન ખર્ચ રૂ.૧,૩૪,૮૧,૮૫૦ કોની મંજુરી લઈ કરવામાં આવ્યો,ડિરેક્ટરોને અત્યાર સુધી કેટલી રકમ માલ એડવાન્સ પેટે આપી,મુદતે થાપણ બે-બે વાર દશૉવવામાં આવી,હીરક જ્યંતિ મહોત્સવ રૂ.૨૮,૮૯,૪૫૦ આટલો ખચઁ શા માટે કયૉ,વીમા પ્રમિયમ ખચઁ ટેન્કરનો રૂ.૪,૦૨,૫૦૨ અને દાળ-તેલના ભાવો બજાર ભાવ કરતાં ઉંચા આપવા જેવા ૧૪ જેટલા પ્રશ્ર્નો લેખિતમાં પુછવામાં આવ્યા હતા.પરંતુ વાષિઁક સાધારણ સભામાં ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા-ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ સંતોષકારક જવાબ નહીં આપતા અસંતોષ વ્યાપી જવા પામ્યો હતો.જે દરમ્યાન રાયસીંગભાઇ વસાવા,માનસિંગભાઇ વસાવા અને સરપંચ મનસુખભાઇ વસાવા,ગિરીશભાઇ વસાવા,રવિભાઇ ચૌધરી અને ચાસવડ ડેરીના વહીવટદારો વચ્ચે ભારે ગરમાગરમી વ્યાપી જવા પામી હતી.જ્યાં સુધી ચાસવડ ડેરીના સત્તાધીશો પાસેથી સંતોષજનક જવાબ નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Next Story