Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયાના રાણીપુરાની સરકારી વિનયન કોલેજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય...

ભારતનું રાષ્ટ્ર તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે, ત્યારે 76માં સ્વાતંત્ર પર્વ વર્ષ નિમિત્તે દેશભરમાં અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ : ઝઘડિયાના રાણીપુરાની સરકારી વિનયન કોલેજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય...
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે તાલુકા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ઝઘડિયા પ્રાંત અધિકારી ડી.એસ.બારીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ભારતનું રાષ્ટ્ર તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યું છે, ત્યારે 76માં સ્વાતંત્ર પર્વ વર્ષ નિમિત્તે દેશભરમાં અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વની ઉજવણી સરકારી વિનયન કોલેજ રાણીપુરા ખાતે કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઝઘડીયા પ્રાંત અધિકારી ડી.એસ.બારીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ નાયબ કલેક્ટર દ્વારા તાલુકાના પ્રજાજનોને સંદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ રાણીપુરા પ્રાથમિક શાળા, રાણીપુરા કોલેજ તથા કેજીબીવી રાણીપુરાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના ગીત સાથે નૃત્ય કરી સૌને મંત્રમુગ્ધ કરી સ્વતંત્રતાનો સંદેશ પાઠવ્યો હતો.

ઝઘડિયા પોલીસ દ્વારા અદભુત પરેડ સાથે સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયા હતા. વિવિધ રમતોમાં જીલ્લાભરમાં શ્રેષ્ઠ આવેલ ઝઘડિયા તાલુકાના વિદ્યાર્થીઓને નાયબ કલેકટર મામલતદાર તથા કોલેજના પ્રિન્સિપાલના હસ્તે સર્ટીફીકેટ પ્રદાન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે નાયબ કલેક્ટર દ્વારા રાણીપુરા કોલેજ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.એસ.બારીયા, ઝઘડીયા મામલતદાર તથા સરકારી વિનયન કોલેજના પ્રિન્સિપાલ વિજય પુજારા, કોલેજનો સ્ટાફ, કેજીબીવીનો સ્ટાફ તથા પ્રાથમિક શાળા રાણીપુરાનો સ્ટાફ, રાણીપુરા ગામના મહિલા સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story