Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હવે એક સામટો માર નહીં સહેવાય, આ અનહદ મોંઘવારીના હપ્તા કરવા રહીશે લખ્યો સરકારને પત્ર...

પેટ્રોલ અને ગેસ સિલિન્ડર ખરીદવાની હવે તાકાત રહી નથી. જેના કારણે અમોને પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની ખરીદી માટે માસિક હપ્તા બાંધી આપો.

ભરૂચ : હવે એક સામટો માર નહીં સહેવાય, આ અનહદ મોંઘવારીના હપ્તા કરવા રહીશે લખ્યો સરકારને પત્ર...
X

દેશમાં વધતી જતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે. રૂપિયા 1 હજાર ઉપર પોહચેલ ગેસ સિલિન્ડર અને સદી બનાવનાર પેટ્રોલ હવે, હપ્તેથી આપવા માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારના તુલસીધામ સોસાયટીના રહીશે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે. કુદકે અને ભૂસકે મોંઘવારી વધી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે. કોરોના બાદ બેરોજગારી અને મોઘવારીના ખપ્પર વચ્ચે પણ લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું કપરું બની રહ્યું છે..

ત્યારે ભરૂચની તુલસીધામ વિસ્તારમાં રહેતા અનિલ પારેખે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને પત્ર સુપ્રત કર્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, વધતી જતી મોંઘવારીમાં પેટ્રોલ અને ગેસ સિલિન્ડર ખરીદવાની હવે તાકાત રહી નથી. જેના કારણે અમોને પેટ્રોલ અને ગેસ સિલિન્ડરની ખરીદી માટે માસિક હપ્તા બાંધી આપો. કારણ કે, હવે મોંઘવારીના કારણે જીવન જીવવું પણ ભારે મુશ્કેલ બની ગયું છે. તેમના સુરમાં તેમના પત્ની પણ સુર પુરાવી મોઘવારીથી મધ્યમ વર્ગીય પરિવારની વ્યથા વ્યક્ત કરી મોઘવારીને નાથવા અપીલ કરી રહ્યા છે. ભરૂચના તુલસીધામના પારેખ પરિવાર જેવી જ વ્યથા અન્ય પરિવારોની પણ છે, ત્યારે માઝા મુકતી મોઘવારીને નાથવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Next Story