Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મેથ્સ મોડેલ મેકિંગ વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીના ભાગરૂપે મેથ્સ મોડલ મેકિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ : પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મેથ્સ મોડેલ મેકિંગ વર્કશોપ યોજાયો
X

ભરૂચના પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મેથ્સ મોડલ મેકિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં 70થી વધારે વિદ્યાર્થીઓ તથા બીએડની તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીના ભાગરૂપે મેથ્સ મોડલ મેકિંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.


ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળીના ડીરેકટર દક્ષાબેન શાહ, નારાયણ વિદ્યાલયના ડીરેકટર ડૉ. ભગુભાઇ પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે હાજર રહયાં હતાં. નેશનલ ચિલ્ડ્રન એકેડમીના પ્રમુખ વિરલ મિસ્ત્રીએ વર્કશોપમાં હાજર રહેલાં 70થી વધુ શિક્ષકો તેમજ બીએડની તાલીમાર્થીઓને તાલીમ આપી હતી. સંસ્થાના ચેરપર્સન કિર્તીબેન જોષીએ પણ માર્ગદર્શન આપ્યું હતું જયારે કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિએ કર્યું હતું...

Next Story