Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા ખાતે રાજ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

X

માર્ગ અને મકાન ,વાહન વ્યવહાર,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જિલ્લાના વાગરાના તાલુકાના એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓનું રૂ।.૧૦૦.૪૦ કરોડની તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓનું રૂા. ૩૨.૯૭ કરોડની અંદાજીત રકમના ખર્ચે નવીનીકરણ અને મજબુતી કરણની કામગીરીનું ભૂમિપૂજન -ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચ માર્ગ અને મકાન વિભાગનાં રસ્તાઓને રૂા. ૬૬.૫૦ કરોડના તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓનું રૂા. ૦૩.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ રસ્તાઓનું અને નેશનલ હાઈવે પર રૂા. ૨૩.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ પણ મંત્રીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it