ભરૂચ:અંકલેશ્વરમાં હિટ એન્ડ રનમાં મોપેડ સવાર જ્યોતિષવિદનું મોત

અંકલેશ્વરના ગડખોલ રેલ્વે ઓવર બ્રિજ નજીક ગત રાત્રીના સમયે મોપેડ પર સવાર વ્યક્તિને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

New Update

અંકલેશ્વરના ગડખોલ રેલ્વે ઓવર બ્રિજ નજીક ગત રાત્રીના સમયે મોપેડ પર સવાર વ્યક્તિને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ ઘટના બાદ ફરાર થયેલ તુફાન જીપ ચાલકને જ્યોતિ ટોકીઝ નજીકથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.ખાનગી ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે અને અંકલેશ્વરના પૌરાણિક નારાયણ દેવ મંદિર, પંચાટી બજારના પૂજારી તેમજ જ્યોતિષવિદ દેવદત્ત ત્રિવેદી ગત રાત્રીના સમયે પોતાની મોપેડ ઉપર સવાર થઇ ગડખોલ પાટિયા પાસેથી જઇ રહ્યા હતા દરમિયાન તેઓને માર્ગ અકસ્માત નડ્યો હતો જેમા તુફાન જીપના ચાલકે ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું॰ ઘટના બાદ સ્થળ પરથી ફરાર થયેલા તુફાન જીપ ચાલકને સ્થાનિકો અને પોલીસ દ્વારા અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ નજીકથી ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.