Connect Gujarat
ભરૂચ

ભરૂચ : DFCC પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડુતોનું આંદોલન, યોગ્ય વળતરની કરી માંગ

ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ડેડીકેટેડ ફેઇટ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત જમીન ગુમાવનારા ખેડુતોએ અન્ય પ્રોજેકટની સરખામણીએ ઓછુ વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યું હતું.

X

મુંબઇ અને દીલ્હી વચ્ચે ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા તરફથી રેલવેલાઇન નાખવામાં આવનાર છે જે અંતર્ગત 2009ની સાલમાં ભરૂચ, આમોદ અને અંકલેશ્વર તાલુકાના 558 જેટલા ખેડુતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. સંપાદિત જમીનના બદલામાં એવોર્ડ આપવામાં આવ્યાં હતાં પરંતુ ખેડુતોનો આક્ષેપ છે કે, જમીનની બજાર કિમંતની સરખામણીએ ખુબ જ ઓછું વળતર તેમને આપવામાં આવ્યું છે. વડોદરા- મુંબઇ એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડુતોને સરકાર તરફથી પ્રતિ ચોરસમીટર 800 થી 900 રૂપિયા વળતર આપવામાં આવ્યું છે જયારે ડીએફસીસીએ નજીવું વળતર આપ્યું છે. જમીનના વળતર માટે આરબીટ્રેટરની નિમણુંક કરવામાં આવે અને તેમની મધ્યસ્થીથી ખેડુતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્રણેય તાલુકાના ખેડુતોએ આજરોજ ભરૂચ કલેકટર કચેરી ખાતે એકત્ર થઇ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું.

Next Story