Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી LPG પંપ સુધીના પેવર રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી એલ.પી.જી. પંપ સુધીના માર્ગ પર રૂ. 45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પેવર રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી એલ.પી.જી. પંપ સુધીના માર્ગ પર રૂ. 45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ પેવર રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ઝાડેશ્વર મુકામે સત્યમ ટાઉનશીપ રોડ ખાતે નોન પ્લાન્ટમાં મંજુર થયેલ પેવર-બ્લોક રસ્તાનું કામ પૂર્ણ થતાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી એલ.પી.જી. પંપ સુધીના માર્ગને રૂ. 45 લાખના ખર્ચે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ પેવર બ્લોકથી બનાવવામાં આવ્યો છે. જેનો ઝાડેશ્વરની મિલન સોસાયટી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ખુશી વ્યક્ત કરવા સાથે આગામી દિવસોમાં આ વિસ્તારના અન્ય રોડના નિર્માણ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story