Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બિલકિસ બાનું કેસના આરોપીઓને ફરી જેલમાં ધકેલવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

આજરોજ બિલકિસ બાનુ બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં આજીવન કારવાસની સજા પામનાર દોષીઓને ફરી જેલ પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ: બિલકિસ બાનું કેસના આરોપીઓને ફરી જેલમાં ધકેલવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
X

જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ બિલકિસ બાનુ બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં આજીવન કારવાસની સજા પામનાર દોષીઓને ફરી જેલ પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાતના રમખાણોમાં બનેલી ઘટના દરમ્યાન ગર્ભવતી બિલ્કિસબાનુ ઉપર ૧૧આરોપીઓ દ્વારા દ્વારા બળાત્કાર કરી તેના પરિવારના સાત વ્યક્તિઓ પૈકી એક ૩ વરસની પુત્રીની હત્યા કરવામાં આવી હતી.બિલ્કીસબાનુના અગિયાર આરોપીઓને બળાત્કાર અને હત્યા જેવા ગુનામાં કોર્ટ દ્વારા આજીવન સખત કારાવાસની સજા આપવામાં આવી હતી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ગુજરાત સરકાર દ્વારા તેઓને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ અગિયાર દોષીયોની ધડપકડ કરી ફરીથી જેલભેગા કરવામાં આવે તેવી માગ સાથે જંબુસર પ્રાંત કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Next Story