Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી અંતર્ગત "ડેડિક્શન વોક" સહિત જનજાગૃતિ સેમિનાર યોજાયો...

X

રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ અને જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સયુંક્ત ઉપક્રમે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ'ની ઉજવણીના ભાગરૂપે "ડેડિક્શન વોક" અંતર્ગત જાગૃતિ અભિયાન સહિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત "ડેડિક્શન વોક" અંતર્ગત જાગૃતિ અભિયાન અને સેમિનારમાં જાણીતા સાયકોલોજીસ્ટ ડો. સાજીદ ડેએ જણાવ્યું હતું કે, કેટલાક સમાજ અને પરિવારમાં પીડાતા લોકો આજે પોતાની ઓળખ છતી ન થાય કે, માનસિક દર્દી છે તે માટે સારવાર લેતા નથી. જેટલા ખુલીને અન્ય રોગો વિશે સારવાર લેવામાં આવે છે કે, બોલવામાં આવે છે. તેટલું જ ખુલીને માનસિક દર્દી સારવાર લેતા નથી, જે સારી વાત નથી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દ્વારા હાથમાં પ્લે-કાર્ડ સાથે “ડેડિક્શન વોક” યોજી હતી. જેને ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો તેમજ જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story