Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગમાં શાળા આચાર્યની એસ.વી.એસ. કક્ષાની બેઠક મળી, શિક્ષણ સંબંધી બાબતોનું ચિંતન કરાયું

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યો એસ.વી.એસ. કક્ષાની બેઠક યોજવામાં આવી હતી.

ભરૂચ : નેત્રંગમાં શાળા આચાર્યની એસ.વી.એસ. કક્ષાની બેઠક મળી, શિક્ષણ સંબંધી બાબતોનું ચિંતન કરાયું
X

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યો એસ.વી.એસ. કક્ષાની બેઠક યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા યોજાયેલ બેઠક એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા તાલુકા નેત્રંગ સ્થળે રાખવામાં આવી હતી. સદર બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવ, રોસ્ટર, પુરવણી બિલ, ઉપધો, પેન્શન કકેસ, પગારબિલ, વહીવટી બાબતો, ફાયર એન.ઓ.સી., સાયન્સ ફેર, ઇન્સ્પાયર એવોર્ડ, ઇનોવેશન ફેર, ટીચર એવોર્ડ, બેસ્ટ સ્કૂલ એવોર્ડ,એકમ કસોટી, સમાવેશી શિક્ષણ, વર્ગ વધારાની દરખાસ્ત, સર્વિસબુક અપડેશન, યુવા મહોત્સવ, પાઠ્યપુસ્તક વિતરણ, નિષ્ઠા તાલીમ શિષ્યવૃત્તિઓ, ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન, ચાઈલ્ડ ટ્રેકિંગ, જી-શાળા અને સ્કૂલ ઓફ એક્સલન્સ જેવી વિવિધ બાબતો અંગે શિક્ષકોને જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જ થવા શાળાના વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, અઢી વર્ષ બાદ મળેલી આ બેઠકમાં શિક્ષણ સંબંધી ચિંતન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકના અંતે ઉપસ્થિત તમામ આચાર્યોના હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Next Story