Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રા.લિ.ના CSR ફંડમાંથી 40 તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા...

ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ડેક્કન કંપનીના CSR ફંડમાંથી 40 જેટલી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા

ભરૂચ : ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રા.લિ.ના CSR ફંડમાંથી 40 તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા...
X

ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ડેક્કન કંપનીના CSR ફંડમાંથી 40 જેટલી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને ધ્યાનમાં રાખી ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારની બહેનોને ભરૂચ જન શિક્ષણ સંસ્થા ખાતે સીવણની તાલીમ આપવામાં આવી હતી..

ત્યારે ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ડેક્કન કંપનીના CSR ફંડમાંથી 40 જેટલી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સિલાઈ મશીન થકી બહેનો પોતાનો ગૃહઉદ્યોગ આગળ ધપાવી આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેક્કન ફાઇન કેમિકલ્સ પ્રા.લિ.ના HR હેડ વિપુલ રાણા, હિરેન પટેલ, ખુશ્બુબેન, જન શિક્ષણ સંસ્થાના મુન્નાભાઈ તથા ઇન્દિરાબેન રાજ તરફથી આત્મનિર્ભર અભિયાનને વેગ મળે તેવા હેતુ સાથે તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Next Story