Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા; જિલ્લા કાર્યાલય ખાતે કરાયું સ્વાગત

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજીનો જ્વલંત વિજય થયો હતો.

ભરૂચ: જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા; જિલ્લા કાર્યાલય ખાતે કરાયું સ્વાગત
X

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજીનો જ્વલંત વિજય થયો હતો.

જિલ્લા યુથ કોંગ્રેસમા વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવનાર તેમજ નબીપુર જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે ભુતકાળમાં બહુમતોથી ચૂંટાઇ આવેલા હાલ નબીપુર તાલુકા પંચાયતના સદસ્ય શકીલ અકુજીએ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેના પરીણામો જાહેર કરાયા હતા. જેમાં શકીલ અકુજીને 500 ઉપરાંત મતોએ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. શકીલ અકુજીને યુથ કોંગ્રેસના પ્રમુખ પદે જાહેર કરાયા હતા.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા જાહેર થયા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચતા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનેતા શેરખાન પઠાણ, NSUI પ્રમુખ યોગી પટેલ સહિતના યુવાકાર્યકરોએ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને યુવાનેતા શકીલ અકુજીનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story
Share it