ભરૂચ: મુદ્રા ડેનિમ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા,રૂ.80 હજારના માલમત્તાની ચોરી કરી પલાયન

શ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરોએ મુદ્રા ડેનિમ કંપનીમાં મુકેલ એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ શ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરોએ મુદ્રા ડેનિમ કંપનીમાં મુકેલ એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મુદ્રા ડેનિમ કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરો શ્રીનાથ કંપની દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને મુદ્રા ડેનિમ કંપનીમાં રહેલ 20 ફૂટ લાંબી 45થી 50 જેટલી એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.