Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સામાજિક સંસ્થા JCI-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાય, નવા પ્રમુખ સહિતની ટીમે લીધા શપથ.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ-ભરૂચ અને જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ-ભરૂચ દ્વારા એવોર્ડ વિતરણ સહિત ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ-ભરૂચ અને જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ-ભરૂચ દ્વારા એવોર્ડ વિતરણ સહિત ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ ૨૮મી નવેમ્બરના રોજ JCI દ્વારા 57મો એવોર્ડ અને 58મો શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ જે એફ એમ જગદીશ પટેલે સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકાર્યા હતા. સમારોહના મુખ્ય વક્તા તરીકે સુરતના જેસી રાકેશ મહેતા તથા જેસી વિકાસ પટેલે હાજરી આપી હતી. JCI પ્રમુખ દ્વારા સમગ્ર વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સારા કાર્ય કરવા બદલ સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા.

JCI ભરૂચ સંસ્થામાં વર્ષ 2022ના પ્રમુખ પદ માટે જે એફ એમ જગદીશ પટેલે જે સી દિશા ગાંધી અને તેમની ટીમના સભ્યોને શપથ લેવડાવ્યા હતા. ભરૂચની જનતાને મદદરૂપ નીવડે તેવા પ્રોજેક્ટ થકી કેવી રીતે મદદ કરી શકાય તે વિશે પણ તમામ સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ JCIમાં નવા મેમ્બર્સ જોડતા JCI પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી અંગિરસ શુક્લાએ શપથ લેવડાવ્યા હતા. સંસ્થાના માનનીય સભ્ય તરીકે જશુ પરમારે શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન તથા તેમની ટીમને આયોજન બદલ અભિનંદન પાઠવાયા હતા. આ પ્રસંગે જેસી જગદીશ પટેલ, અંગીરીશ શુક્લા, સુનિલ નેવે, વિકાસ પટેલ, રોહિત મહેતા, જશુ પરમાર સહિત મોટી સંખ્યામાં JCI ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story