Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે યોજાયું ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ”

ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતી

X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન “કવચ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતી. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરાય હતા.

ભરૂચના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળામાં “કવચ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં નાની વયના બાળકો અને યુવાનોમાં વાહન ચલાવતી વખતે બેદરકારીભર્યું વલણ જોવા મળે છે. જેના પરિણામ સ્વરૂપે માર્ગ અકસ્માતનું પ્રમાણ પ્રતિદિન વધતુ જાય છે. શાળાના વિદ્યાર્થી, શિક્ષકો તેમજ વાલીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા શાળા પરિવાર દ્વારા “કવચ" કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવા હેતુસર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રોત્સાહક તરીકે શિક્ષણ નિરિક્ષક નિશાંત દવે ઉપસ્થિત રહ્યા હતા. તેઓણે પણ વિદ્યાર્થીઓને ઉપયોગી એવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળા 15 હજાર જેટલા કુટુંબ સુધી આ માહીતી પહોંચાડવા માટે પ્રયાસ કરાશે. જેથી ભરૂચ શહેરને ટ્રાફિક સમસ્યામાંથી કંઇક અંશે રાહત મળશે.

Next Story