Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નબીપુર નજીકથી રૂ.1.95 લાખ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ભરુચ જીલ્લામાં દિવસે અને દિવસે દારૂનો વેપલો વધી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ સતર્ક બને તે જરૂરી બન્યું છે.

ભરૂચ : નબીપુર નજીકથી રૂ.1.95 લાખ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
X

ભરુચ જીલ્લામાં દિવસે અને દિવસે દારૂનો વેપલો વધી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ સતર્ક બને તે જરૂરી બન્યું છે. નબીપુર પોલીસ ચોકી વિસ્તારની હાઇવે નંબર 48 ઉપર પરવાના હોટલ નજીક દારૂનું કેટલાક ઈસમો વિદેશી કટિંગ કરતા હોવાની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી .

નબીપુર હાઇવે નંબર 48 ઉપર પરવાના હોટલ નજીક કેટલાક ઈસમો વિદેશી દારૂનું દ્વારા કટિંગ કરી રહ્યા હતા ત્યારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી , રેડ દરમિયાન યુપીના રહેવાસી પુષ્પ નિસાદ કશ્યપ અને દિપક કશ્યપને ઝડપી પાડયા હતા જેમાં સ્થળ પરથી આલોકસીઘ રાજપૂત, કરણ ગુપ્તા અને શુકલા નામના ત્રણ આરોપી ભાગી છૂટ્યા હતા, તેમને વોન્ટેડ જાહેર કરી પોલીસે રૂ.1.95 લાખ નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પાંચેય ઇસમો વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story