Connect Gujarat
ભરૂચ

ભરૂચ: તપોવન સંકુલ ખાતે દ્વિદિવસિય રમતોત્સવનો યોજાયો,800થી વધુ બાળકોએ લીધો ભાગ

ભરૂચના તપોવન સંકુલ ખાતે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 800થી વધુ બાળકોએ ભાગ લીધો હતો

X

ભરૂચના તપોવન સંકુલ ખાતે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 800થી વધુ બાળકોએ ભાગ લીધો હતો

ભરૂચ શહેરની પૂર્વપટ્ટીમાં ઝાડેશ્વર સ્થિત તપોવન સંકુલ ખાતે ધોરણ 6 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દ્વિદિવસિય રમતોત્સવનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે.જેનું સમાપન તારીખ 10ના રોજ થશે.

જિલ્લા રમત ગમત અધિકારી ભરૂચ, જિલ્લા રમત વિકાસ અધિકારી અને તપોવન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ભારતીબેન પટેલની ઉપસ્થિતીમાં તપોવન સંસ્કાર કેન્દ્ર સ્થિત DLSS સ્પોર્ટસ સંકુલ ખાતે રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અદાજીત 40 જેટલી શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્સાહ બતાવ્યો હતો.યોજાયેલ રમતોત્સવમાં દોડ, ગોળાફેક,સહિતની રમતો રમાડવામાં આવી હતી.આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના દિનેશ પંડ્યા, નિયામક DLSS જાગૃતિબેન પંડ્યા, ભાજપ રમત ગમત શેલના પ્રશાંત પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story